8૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહમાં અમરેલી પોલીસ પરેડ મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગો ફરકાવશે. સાથોસાથ જિલ્લાના આશરે 403 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે.
જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે પણ અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સાંજે સાડા વાગે નવી નૂતન સ્કૂલ ખાતે ‘એટહોમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલ જિલ્લાના વિશિષ્ટ નાગરિકો અને અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવશે. જેમાં મુખ્યમંત્રી પણ વિશેષરૂપે સહભાગી થશે. આ અંગે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે વધુ માહિતી આપી.
Site Admin | ઓગસ્ટ 14, 2026 10:14 એ એમ (AM)
અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ ફરકાવશે તિરંગો