ઓગસ્ટ 8, 2026 6:46 પી એમ(PM)

printer

૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમરેલીમાં વોકેથોનનું આયોજન, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાવવા એક વિશાળ ‘વોકેથોન’(Walkathon)નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રભક્તિ સભર ‘વોકેથોન’નો પ્રારંભ સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી થયો હતો. ત્યાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ,નવ યુવાનો સહિત દેશભક્તોનો ઉત્સાહભર્યો પ્રવાહ ફોરવર્ડ સર્કલ અને નાગનાથ મંદિર થઈને રાજકમલ ચોક સુધી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વોકેથોનમાં અમરેલી શહેરની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ,એન.સી.સી કેડેટ્સ, રમતવીરો, પોલીસ બેન્ડ સહિત નવયુવાઓ પણ જોડાયા હતા. આ વોકેથોન દેશ માટે સર્વસ્વ કુરબાન કરનારા અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સામૂહિક માધ્યમ બની હતી. ક્રાંતિવીરોના સપનાના સશક્ત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ વોકેથોનના માધ્યમથી પર્યાવરણને નુકસાનકર્તા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી તિલાંજલી આપવા, ભવિષ્યની પેઢી માટે ઊર્જા બચત કરવા તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને જનજન સુધી પ્રસરાવવામાં આવ્યો હતો.
આ તકે ,પ્રિ-ઇન્ડિપેન્ડન્ટ ડે એક્ટિવિટી-વોકેથોનમાં અમરેલી શહેર પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમ ફૂમકિયા સહિત નવયુવાઓ પણ જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.