કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યમુના નદીના પુનર્જીવન સાથે સંબંધિત આઠ હજાર 941 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમૂહુર્ત કર્યુ . ગટર નેટવર્કનું વિસ્તરણ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો યમુના નદીની સફાઈ તરફના મહત્વપૂર્ણ પગલાંરૂપે આ યોજનાઓનો આરંભ કરાયો છે.
આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર મે 2029 સુધીમાં યમુનાને સ્વચ્છ અને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોએ નદીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે સંકલિત, સમયબદ્ધ કાર્ય યોજનાઓ તૈયાર કરી છે. શ્રી શાહે અગાઉની આમ આદમી પાર્ટી સરકાર પર આ મુદ્દાને ઉકેલવાને બદલે બહાના બનાવવાનો આરોપ લગાવ્યો.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે યમુનાની સફાઈ અને પુનર્જીવિત કરવો એ ભાજપ સરકારનો દ્રઢ નિશ્ચય છે. મંત્રીએ કહ્યું કે આજે ઉદ્ઘાટન અને લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ્સ ગંદા પાણીના નિકાલને મજબૂત બનાવશે, પીવાના પાણીની સુવિધાઓમાં સુધારો કરશે અને સમગ્ર દિલ્હીમાં ગટર જોડાણનો વિસ્તાર કરશે.