ગૃહમંત્રી અમિત શાહ આજે પંજાબની મુલાકાત લેશે. તેઓ ડ્રગ્સના વિરોધ દરમિયાન જીવ ગુમાવનારા માનસાના પરવિંદર સિંહ અને ગુરદાસપુરમાં અન્ય એક ડ્રગ વિરોધી કાર્યકરના પરિવારના સભ્યોને મળશે. બાદમાં, તેઓ લુધિયાણા ખાતે દશેરા સમારોહમાં ઉપસ્થિત રહેંશે.
દરમિયાન પંજાબ સરકાર માનસાના ડ્રગ વિરોધી કાર્યકર પરવિંદર સિંહ જોટાની હત્યાનો કેસ કેન્દ્રિય તપાસ પાંચ CBIને સોંપી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા નિવેદનમા કહ્યું કે, સરકાર પરવિંદર સિંહના પરિવાર સાથે ઉભી છે અને પરિવારની માંગણી સ્વીકારીને આ કેસ CBIને સોંપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પંજાબને ડ્રગ મુક્ત બનાવવા માટે આ નિર્ણાયક લડાઈમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.