ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. તેઓ નિગમના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. આ પરિષદ BSE ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પરિષદમાં શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી ફેડરેશન, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોના પ્રતિનિધિઓ ભાગ લેશે.આ પરિષદમાં સહકારી બેંકિંગ પ્રણાલીને મજબૂત બનાવવા અને દેશમાં આત્મનિર્ભર સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 8, 2026 10:30 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે