કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલવા માટે કેરલમ (નામમાં ફેરફાર) વિધેયક 2026 રજૂ કરશે. લોકસભામા ગઈકાલે આ બિલ પસાર કરવામા આવ્યું.
રાજ્યસભા આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) વિધેયક 2026 પર પણ વિચારણા અને પસાર કરે તેવી શક્યતા છે. ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે.
ગઈકાલે, વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત રખાઈ હતી.