કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ટાઈપ વન જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. તમામ બાળાઓએ શ્રી શાહને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. જ્યારે શ્રી શાહે રક્ષાબંધન તથા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની બાળાઓને શુભેચ્છાઓ પાઠવી.
શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની પહેલ હેઠળ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આ બાળકીઓ સહિત આવી સમસ્યાથી પીડિત અન્ય બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલીન મળે તે માટે સ્ક્રિનિંગ એટલે કે, પ્રાથમિક તપાસ, નિદાન, ઇન્સ્યુલિન, દેખરેખ, નિરીક્ષણ, ફોલોઅપ એટલે કે, આગળની પ્રક્રિયાની સંકલિત વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે.