અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેક ઓન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા રાખવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ સત્તાવાર નકશા અને સિસ્ટમને અપડેટ કરવા માટે 30 દિવસનો સમય આપે છે.
શ્રી ટ્રમ્પે જણાવ્યું કે આ તળાવ અમેરિકા માટે એક મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક સંસાધન છે, જે શિપિંગ, વેપાર, કૃષિ, ઊર્જા અને રાષ્ટ્રીય સંરક્ષણને ટેકો આપે છે.
દરમિયાન, કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તળાવના સ્વદેશી મૂળનો ઉલ્લેખ કરીને નામ બદલવાનો વિરોધ કર્યો છે.