શક્તિપીઠ અંબાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નૂતન વર્ષ, મંગળવારે સવારે આરતીનો સમય 6 વાગ્યાથી 6:30 અને સવારના દર્શન 6:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી થઈ શકશે. બપોરે 12:30થી 16:15 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
જ્યારે સાંજે આરતી 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી થશે આને દર્શન 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.