જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ બેઝ કેમ્પમાં રોકાયેલા એક હજાર 202 યાત્રાળુઓનો 28મો જથ્થો 44 વાહનોના કાફલામાં જમ્મુ જવા રવાના થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં અમરનાથ યાત્રામાં ભાગ લેનારા યાત્રાળુઓની સંખ્યા ચાર લાખને પાર થઈ ગઈ છે. 57 દિવસની અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈના રોજ પહેલગામના પરંપરાગત ચંદનવારી રૂટ અને ગાંદરબલના બાલતાલ રૂટથી એક સાથે શરૂ થઈ હતી. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ પરંપરાગત ચઢ્ડી મુબારક સમારોહ સાથે સમાપ્ત થશે.
Site Admin | ઓગસ્ટ 9, 2026 11:17 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ