જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે પાંચ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા. પુરુષ હોકીમાં, ભારતે મલેશિયાને 5-1થી હરાવીને પોતાનો સુવર્ણ ચંદ્રક જીત્યો, તેમજ ભારત વર્ષ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય થયું.
તો પુરુષ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવીને બીજી વખત સુવર્ણ ચંદ્રક જીત્યો. આજે, પ્રણવી ઉર્સ સુવર્ણ ચંદ્રક જીતીને ગોલ્ફમાં સુવર્ણ ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
કુમકુમ મોહોડે મહિલા રિકર્વ તીરંદાજીમાં દેશનો પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. તે ઉપરાંત નીરજ ચૌહાણે ધીરજ બોમ્મદેવરાને હરાવીને પુરુષોની રિકર્વ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
સાથે જ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિલો કુશ્તી શ્રેણીમાં ઉત્તર કોરિયાના ચોંગ સોંગ હાનને 11-7 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. દીપક પુનિયાએ આજે મંગોલિયાના ગાંખુયાગ ગાંબુતારને હરાવીને પુરુષોની 97 કિલો ફ્રીસ્ટાઇલ કુશ્તી ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.
આ સાથે જ ભારત કુલ 85 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે, જેમાં 21 સુવર્ણ, 27 રજત અને 37 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.