ઓક્ટોબર 4, 2026 2:32 પી એમ(PM)

printer

ભારતની રમતવીરોના શાનદાર પ્રદર્શન સાથે આજે એશિયન ગેમ્સનું સમાપન -શૂટિંગ સ્ટાર નીરુ ઢાંડા ભારતની ધ્વજવાહક બનશે

આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026 આજે પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં બે અઠવાડિયાથી વધુ સમયની રોમાંચક રમતગમત પૂરી થઇ છે. ભારતે 20મી એશિયન ગેમ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત 85 મેડલ સાથે કુલ મેડલ સ્ટેન્ડિંગમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

રમતોનો સમાપન સમારોહ જાપાનના નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે યોજાશે. આ કાર્યક્રમ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાનો છે. સમાપન સમારોહ માટે ભારતની મહિલા ધ્વજવાહક શૂટિંગ સ્ટાર નીરુ ઢાંડા રહેશે, જે નાગોયામાં ગર્વથી ત્રિરંગો ધારણ કરશે. સમારોહમાં પરંપરાગત સમાપન કાર્યવાહી યોજાશે, જેમાં ખેલાડીઓની પરેડ અને દોહા 2030 આયોજન સમિતિને ઔપચારિક સોંપણી કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.