ઓક્ટોબર 8, 2026 9:24 એ એમ (AM)

printer

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં 1.80 કરોડની કિમતનો ગુમ થયેલ સામાન પોલીસે શોધીને મૂળ માલિકોને પરત કર્યો

અમદાવાદ પોલીસે “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ હેઠળ સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ સહિત 1.8 કરોડથી વધુની રકમની કિંમતી વસ્તુઓ તેમના હકદાર માલિકોને પરત કરી છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ઝોન 5માં આવતા પોલીસ સ્ટેશનો હેઠળના વિસ્તારોમાં આ કામગીરી હેઠળ ખોવાયેલી અને ચોરી થયેલી કિંમતી વસ્તુઓ તેના માલિકોને પરત કરવામાં આવી છે. તેમણે નાગરિકોને ચોરી અને ગુમ થયેલી વસ્તુઓની તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરી હતી.