અમદાવાદ પોલીસે ગઇકાલથી વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરના 50 નિયુક્ત સ્થળોએ શરૂ કરાયું છે, દરેક સ્થળે લગભગ પાંચથી છ પોલીસ વાહનો અને 25 થી 30 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જનતામાં વિશ્વાસ જગાડવાનો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ગઇકાલે આ અભિયાનના ઘણા સ્થળોએ સારા પરિણામો મળ્યા છે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 9:43 એ એમ (AM)
અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું