અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખામાં આજે વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. શહેરના ગીતામંદિર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા આઇકોનિક બસ પોર્ટના નોર્થ બ્લોકનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
નવા બસ પોર્ટમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. બસની અવરજવર, મુસાફરોની હેરફેર અને ટર્મિનલની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસાફરો માટે રાહતદાયક અને સરળ મુસાફરીનો અનુભવ મળે તે દિશામાં પણ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગીતામંદિર બસ ટર્મિનલના વિકાસની કામગીરી અગાઉથી ચાલી રહી હતી. નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલમાં પણ ટર્મિનલના સાઉથ અને નોર્થ બ્લોકના વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 12, 2026 8:56 એ એમ (AM)
અમદાવાદને મળશે વધુ એક આધુનિક બસ પોર્ટ