અમદાવાદમાં દસ્ક્રોઈ તાલુકાના મહીજડા ખાતે સ્થાનિક બહેનો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં જિલ્લા મહિલા અને બાળવિકાસ વિભાગની ટીમ દ્વારા મહિલા કલ્યાણ યોજનાઓ અને ડિજિલૉકર અંગે માર્ગદર્શન અપાયું. ગ્રામીણ સ્તરે મહિલાઓ પોતાના અધિકાર પ્રત્યે સભાન બને અને આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે હેતુસર આ શિબિર યોજાઈ. શિબિરમાં આરોગ્ય જાગૃતિ પર વિશેષ ભાર મૂકતાં લોક સ્વાસ્થ્ય સેવાસંઘની કાર્યકર બહેનો દ્વારા ગ્રામીણ મહિલાઓને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા જીવનશૈલી સંબંધિત રોગ અંગે જરૂરી સાવચેતી અને સલાહ અપાઈ.
Site Admin | ઓક્ટોબર 16, 2026 2:23 પી એમ(PM)
અમદાવાદમાં દસ્ક્રોઈ તાલુકાના મહીજડા ખાતે સ્થાનિક બહેનો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો