નવેમ્બર 3, 2026 2:27 પી એમ(PM)

printer

અમદાવાદના દસ્ક્રોઈમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત 88 આંગણવાડી કાર્યકર બહેનો માટે સંવેદનશીલતા અભિમુખતા તાલીમ યોજાઈ

અમદાવાદના દસ્ક્રોઈમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત 88 આંગણવાડી કાર્યકર બહેનો માટે સંવેદનશીલતા અભિમુખતા તાલીમ યોજાઈ. દરમિયાન બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાના મુખ્ય ઉદ્દેશ, દીકરીનાં જન્મ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવો, દીકરીઓનાં અસ્તિત્વ, રક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવું તેમજ દીકરીઓનાં સર્વાંગી વિકાસ માટે પરિવાર અને સમાજની ભાગીદારી વધારવા અંગે વિસ્તૃત સમજ અપાઈ. જ્યારે ખાનપુર બાળવિકાસ યોજના અધિકારીની કચેરી ખાતે દસ્ક્રોઈ તાલુકાના 21 ગામની આંગણવાડી બહેનો માટે દીકરીઓનાં ઉત્કર્ષ અને સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ સંપન્ન થયો.