નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદમાં આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા આ સમારોહમાં નાગરિકતા સંશોધન કાયદો – CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળી કુલ 158 શરણાર્થીઓને પ્રમાણપત્ર અપાયા.
આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, આજે આ તમામ પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે.