ઓક્ટોબર 13, 2026 9:40 એ એમ (AM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ‘ યોજાશે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા આ ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહમાં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી અને અન્ય અગ્રણીઓ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે.

આ પ્રસંગે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, શહેરના મેયર તથા સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.