ઓગસ્ટ 13, 2026 4:07 પી એમ(PM)

printer

અમદાવાદના બોપલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિમ્સ હોસ્પિટલનું કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ-ડીપીએસ રોડ ખાતે આવેલી નવી મલ્ટી-સ્પેશિયાલિટી કિમ્સ હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કર્યો હતો. 100 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે વિશ્વસ્તરીય અને અદ્યતન આરોગ્ય સેવાઓનું નવું કેન્દ્ર બની રહેશે.

100 બેડ અને અદ્યતન તબીબી સુવિધાઓથી સજ્જ

કિમ્સ હોસ્પિટલમાં દર્દીઓ માટે 100 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગંભીર દર્દીઓની તાત્કાલિક સારવાર માટે 20 બેડનું અત્યાધુનિક આઈ.સી.યુ. (ICU) અને 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સચોટ નિદાન માટે ઇન-હાઉસ 32-સ્લાઇસ સી.ટી. સ્કેન, 3D/4D સોનોગ્રાફી તેમજ ડિજિટલ એક્સ-રે જેવી લેટેસ્ટ ટેક્નોલોજીયુક્ત સુવિધાઓ પણ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે.

વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓના નવા માપદંડ રચાશે

હોસ્પિટલના અગ્રણી તબીબો ડો. ગિરિરાજસિંહ વાલા અને ડો. રાજદીપસિંહ લીંબોલાએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આધુનિક મેડિકલ સુવિધાઓ, અત્યાધુનિક ટેક્નોલોજી અને અનુભવી નિષ્ણાંત તબીબોની ટીમ સાથે કિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓના નવા માપદંડ સ્થાપિત કરવા માટે અગ્રેસર રહેશે.

કેશલેસ મેડિક્લેમ અને આયુષ્માન કાર્ડનો પણ મળશે લાભ

સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવારમાં આર્થિક સરળતા રહે તે હેતુથી કિમ્સ હોસ્પિટલમાં કેશલેસ મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ સરકારી યોજના અંતર્ગત ‘આયુષ્માન ભારત કાર્ડ’ ધરાવતા દર્દીઓ પણ અહીં વિનામૂલ્યે અને ગુણવત્તાસભર સારવારનો લાભ લઈ શકશે.