ઓક્ટોબર 6, 2026 3:26 પી એમ(PM)

printer

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC મેદાનમાં આજે ભવ્ય માનવ આકૃતિ રંગોળીનું આયોજન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC મેદાનમાં આજે ભવ્ય માનવ આકૃતિ રંગોળીનું આયોજન કરાયું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્દ્રધનુષી રંગમાં એકસાથે જોડાઈને ભારત દેશની આકર્ષક રંગોળી તૈયાર કરનારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. વિદ્યાર્થીઓએ સેવાના રંગો, રાષ્ટ્રને સંગ સંદેશ આપ્યો.

મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાળા, કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે છ હજાર વિદ્યાર્થીઓ સહભાગી થયા.

મુખ્યમંત્રીએ માનવ આકૃતિમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને પ્રમાણપત્ર પણ એનાયત કર્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.