એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મેડિકલ -MBBS અને ડેન્ટલ -BDS સ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં MBBS અને BDSની તમામ બેઠકો પર પ્રવેશની ફાળવણી થઈ ગઈ છે. ત્રીજા રાઉન્ડમાં મેડિકલમાં 442 અને ડેન્ટલમાં 341 નવા પ્રવેશ થયા છે. કુલ 1442 વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. જેમાં 14 ઓક્ટોબર સુધી હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદ્દત અપાઈ છે
Site Admin | ઓક્ટોબર 11, 2026 10:48 એ એમ (AM)
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડમાં તમામ 8 હજાર 452 બેઠકો પર પ્રવેશ ફાળવાયો