જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM)

views 31

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કર...

જાન્યુઆરી 1, 2025 6:54 પી એમ(PM)

views 35

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો કોલંબોથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની...

જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM)

views 50

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે તેની કેદમાં રહેલા 381 પાકિસ્તાની કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા 49 ભારતીય કેદીઓ અને 217 માછીમારોના નામ જાહ...

જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM)

views 57

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર – GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર - GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ છે. ડિસેમ્બર 2023માં કુલ GST આવક 1 લાખ 64 હજાર કરોડ રૂપિયા હતી. ડિસેમ્બરમાં કેન્દ્રીય GST કલેક્શન 32 હજાર 836 કરોડ અને રાજ્ય GST કલેક્શન 40 હજાર 499 કરોડ હતું. એકીકૃત IGST કલેક્શન 47 હજાર...

જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM)

views 23

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત...

જાન્યુઆરી 1, 2025 6:48 પી એમ(PM)

views 18

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી હતી. આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપ-લે કરવામાં આવી હતી. બંને દેશોએ આ સંબંધમાં 31 ડિસેમ્બર 1988ન...

જાન્યુઆરી 1, 2025 6:39 પી એમ(PM)

views 34

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સમાન સમયગાળામાં આવકમાં ૮% વધારો નોંધાયેલ છે. રાજ્યને ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ ૧૮ હજાર ૪૪૮ કરોડની આવક થયેલી છે જે ગત...

જાન્યુઆરી 1, 2025 6:36 પી એમ(PM)

views 19

ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજના ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે

ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજના ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૂજરાત વ...

જાન્યુઆરી 1, 2025 6:34 પી એમ(PM)

views 31

દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો

દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે ડિવાઈડર કુદાવી મુંબઇ તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર કાર અથડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર અંકલેશ્વરના 5 યુવકોને ઇજાઓ પહોંચતા 108ન...

જાન્યુઆરી 1, 2025 6:33 પી એમ(PM)

views 40

આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ

હવામાન વિભાગના ડાયરેક્ટરએ કે દાસ એ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે અત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ...