ઓગસ્ટ 1, 2026 10:35 એ એમ (AM)

printer

સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે…ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતાં 11 વર્ષની એક બાળકીનું મોતનું થયું છે. જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. ડાંગના સુબીર તાલુકામાં મહાલની એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતાં આગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. વલસાડમાં બંદર રોડ પાસે ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. ભરૂચમાં કીમ નદીમાં પાણીની સતત વધતી જળ સપાટીના કારણે વાલીયાના 7 અને હાસોટ તાલુકાના 12 ગામોને સુરક્ષિત સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઔરંગા નદીનું જળસ્તર વધતા વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં ભારે વરસાદને પગલે 90 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હોવાનું જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીએ જણાવ્યુ હતું. સુરત જિલ્લામાં ભારે વરસાદની ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી 70 સભ્યો સાથેની ભારતીય સેનાની ટુકડી સુરત આવી પહોંચી છે. અધિકારીઓએ દવારા નીચાણ વાળા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવા સંબંધી તથા જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે સંબંધી સૂચનાઓ આપી અપાઈ હતી.જામનગર જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું કલેક્ટર પી.બી.પંડ્યાએ જણાવ્યુ હતું. જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટી તંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવવાના કિસ્સામાં કોઈપણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ. અમદાવાદમાં વિરમગામ, ધોલેરા, માંડલ સહિત વિવિધ તાલુકાઓમાં અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ, પાળાના સમારકામ અને રાહત-બચાવ કામગીરીની સમિક્ષા કરી હતી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ, જયારે છોટાઉદેપુરમાં પણ ટીમ તૈનાત કરાઇ છે.