ઓગસ્ટ 10, 2026 10:13 એ એમ (AM)

printer

સિંહના સંવર્ધન, રક્ષણ અને જાગૃતિ અંતર્ગત આજે વિશ્વ સિંહ દિવસની ગીર સહિતના 11 જીલ્લાઓમાં ઉજવણી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે ગીર જંગલ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. ઉજવણી અંતર્ગત સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ રેલી, પરીસંવાદ, વિવિધ શાળાઓમાં ચિત્રસ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા અને ગીરવાસીઓ અને માલધારીઓ સાથે ગીર સંવાદ કાર્યક્રમ યોજાશે. ગુજરાત એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન બન્યું છે. વિશ્વભરમાંથી સિંહ દર્શન માટે રાજ્યમાં પ્રવાસીઓ આવે છે ત્યારે આજે ડોક્યુમેન્ટરી સોંગ પ્રસારિત કરાશે. જ્યારે ગીરના જંગલ અને સિંહ સંરક્ષણ સાથે જોડાયેલી ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આજે રાજુલાના ભેરાઈ ગામે આવેલા વિશ્વના એકમાત્ર સિંહણ સ્મારક મંદિર ખાતે “સિંહ દિવસ“ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે “સિંહ ચાલીશા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર આખા ભારતમાં અનોખું છે કારણ કે અહીં સિંહણની સ્મૃતિને પૂજા સ્થાન આપવામાં આવ્યું છે. સિંહ સાથે જોડાયેલી લોકકથાઓ દ્વારા લોકોને જાગૃત કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકિય આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ અને કલાકારો તેમજ સ્થાનિક લોકો જોડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.