ઓક્ટોબર 27, 2026 3:23 પી એમ(PM)

printer

વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લિક્ટેંસ્ટાઇનના વડા પ્રિન્સ એલોઇસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઇ – સાંજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે
લિક્ટેંસ્ટાઇનના વંશપરંપરાગત રાજ્યના કાર્યકારી વડા પ્રિન્સ એલોઇસ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા
અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરી.

તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.
આજે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રિન્સ એલોઇસનું ઔપચારિક
સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું.

એક મીડિયા નિવેદનમાં, પ્રિન્સ એલોઇસે જણાવ્યું હતું કે આ મુલાકાત
ભારત સાથેના સંબંધોને લિક્ટેંસ્ટાઇન કેટલું મહત્વ આપે છે તેનો પુરાવો આપે છે. બાદમાં તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.

જેઓ મુલાકાતી મહાનુભાવના સન્માનમાં સત્તાવાર ભોજન સમારંભનું
આયોજન પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.