ઓક્ટોબર 17, 2024 2:18 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના પ્રવાસ માટે મલાવી પહોંચ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 દિવસના પ્રવાસે મલાવી પહોંચ્યાં છે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે.
રાષ્ટ્રપતિ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.