જાન્યુઆરી 7, 2026 9:22 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી છે.શ્રી ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ, અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે. દરમિયાન, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસેને ગઈકાલે ચેતવણી આપી હતી કે અમેરિકાનો હુમલો નાટો નો નાશ કરશે. ઘણા યુરોપિયન દેશોએ પણ ડેનમાર્કને ટેકો આપ્યો છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, અમેરિકાએ લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા હતા.