ઓગસ્ટ 1, 2026 10:40 એ એમ (AM)

printer

ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે.નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન PoJK માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે. શ્રી જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં 139 ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે, અને લગભગ 24 અન્ય લોકોને પાછા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે લોકોને ખોટી નોકરીની ઓફરોથી સાવધ રહેવાની પણ સલાહ આપી. MV AGV રેગનર જહાજ પર થયેલા હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે ચાર ભારતીયો સવાર હતા. તેમાંથી બે સુરક્ષિત છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત યુક્રેન અને રોમાનિયાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને ગુમ થયેલા ભારતીયોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.