ઓગસ્ટ 20, 2024 9:12 એ એમ (AM) | #aakahvani #aakashvaninews

printer

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ધી પોરબંદર જિલ્લા વેપારી અને ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી માંડવિયાએ જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારીક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્ન તેમ જ તેના સકારાત્મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રોજગારી સર્જન કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સરકારની યોજનાઓની અમલવારી કરી, ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાની યોજના અંગેની વાત કરીને પોરબંદરમાં પણ વેપાર ઉદ્યોગોને આગળ લાવવા તમામ પ્રયાસ હાથ ધરાશે. આ અંગે પોરબંદરના જનપ્રતિનિધિઓએ આપેલા સૂચન ધ્યાને લેવાશે.