ઓક્ટોબર 30, 2025 8:30 એ એમ (AM)

printer

પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. છેલ્લા ચોવિસ કલાકમાં 37 તાલુકાઓમા વરસાદ વરસ્યો

હવામાન ખાતાએ પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની શક્યતા છે.
માછીમારોને પણ આવતીકાલ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.