ઝારખંડમાં JPSC અને JSSC ઉમેદવારો દ્વારા 24 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ, રાજ્ય સરકારે JSSC-CGL 2024 પરીક્ષા અને TDPL એજન્સી દ્વારા
લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરી દીધી છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે સાંજે એક ખાસ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે 2014 થી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓની વ્યાપક તપાસનો પણ આદેશ આપ્યો છે.
વિદ્યાર્થી નેતા પિયુષ કુમારે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત પહેલું પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે 11 થી 13 મી JPSC પરીક્ષાઓ ફરીથી લેવાની અને CBI
તપાસની માંગ હજુ બાકી છે. વિદ્યાર્થીઓએ જાહેરાત કરી છે કે તેઓ બાકીની માંગણીઓ પર વિચાર કરશે
અને તેમના આગામી પગલાં નક્કી કરશે.