ગાંધીનગર રેન્જ પોલીસે છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી છે. મળેલી બાતમીના આધારે એક ઓઈલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા કરીને એક કરોડ 67 લાખનો શંકાસ્પદ ઘી, પામ ઓઈલ અને કેમિકલ ઝડપવામાં આવ્યું છે. 30 હજાર લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને પહોંચાડાતું હોવાનું આ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કંપનીઓના નામે આ ભેળસેળ યુક્ત ઘી મોકલવામાં આવતું હતું. FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે. પોલીસને જાણકારી મળી કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઈલ પણ બનાવવામાં આવે છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ તો લગભગ એક કરોડ અને 67 લાખનું કબજે કરવામાં આવેલ છે.
Site Admin | ઓગસ્ટ 6, 2026 9:20 એ એમ (AM)
છત્રાલ GIDCમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને એક કરોડ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો