ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોત પોતાના વજનજૂથ જુડોમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરુષોની 60 કિગ્રા વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને હરાવી. જાસ્મીન લંબોરિયા 57 અને અરુંધતી ચૌધરી 70 કિલોગ્રામ વજનજૂથની ફાઇનલમાં પહોંચી. અંકુશ પંઘાલે પુરુષોની 80 કિલોગ્રામ જુથની સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો. જદુમણિ સિંહે પુરુષોની 55 કિલોગ્રામ વર્ગમાં નામિબિયાના એમ. હુસેબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત અત્યાર સુધીમાં સ્પર્ધામાં પાંચ સુવર્ણ, 12 રજત અને છ કાંસ્ય ચંદ્રકો એમ કુલ 23 ચંદ્રકો સાથે દશમ સ્થાને છે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 10:42 એ એમ (AM)
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા