ઓગસ્ટ 16, 2024 7:55 પી એમ(PM) | ગુજરાત પોલીસ

printer

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે, જે અંતર્ગત હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરાશે. આ નિર્ણાયક પગલું નાગરિકોની નાણાકીય સુરક્ષા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની ખાતરી દર્શાવે છે.
એક યાદીમાં જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનનારા વ્યક્તિઓના 2 લાખ 14 હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, સાયબર સેલ રાજ્યના નાગરિકો માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સક્રિય છે.