ઓગસ્ટ 6, 2026 9:26 એ એમ (AM)

printer

ગુજરાતમા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બજારમા વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામા આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન અધિકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવતા આ કાર્યવાહી કરવામા આવી છે. જે કોઈપણ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 મુજબ કાર્યવાહી કરવાનુ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું. એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખાવાલાયક ન હોવાથી, તેમજ તેમાં પોષક તત્વોનો અભાવ હોવાથી ગુજરાતમાં આજથી તેના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, આ નિયમનો ભંગ કરીને જો કોઈ વ્યક્તિ કે સંસ્થા એનાલોગ પનીર વેચતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.