જુલાઇ 31, 2026 3:52 પી એમ(PM)

printer

આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા – ચીનમાં 4.5 ની તીવ્રતાનો આંચકો.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5 ની તીવ્રતા સાથે આવ્યો હતો.
અગાઉ ભારતીય સમય મુજબ મોડી રાત્રે 12 વાગીને 50 મિનિટે તિબેટમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તિબેટમાં પણ 4.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
તાત્કાલિક કોઈ જાનહાનિ કે નુકસાનની જાણકારી નથી. ભૂકંપ બાદ અધિકારીઓએ કોઈ કટોકટીની સલાહ કે સુનામી ચેતવણી જારી કરી નથી.