જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)

views 41

માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિકારીઓએ તેમને મધ્ય સિઓલમાં હન્નામ-ડોંગ સ્થિત રાષ્ટ્રપતિ નિવાસસ્થાનેથી અટકાયતમાં લીધા હતા. ત્યાંથી તેમને ગ્યોંગગી પ્રાંતના ગ્વાનચેઓનમાં ઉચ્ચ-ક્રમાંકિત અધિકારીઓના ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલયના મુખ્યાલયમાં લઈ...

જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM)

views 51

ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી. જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવેલી મિસાઇલોની સંખ્યા જાહેર કરી નથી. આ પ્રક્ષેપણ નવા ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળવાના થોડા દિવસો પહેલા થયું છે. દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે ઉત્તર...

ડિસેમ્બર 14, 2024 5:48 પી એમ(PM)

views 59

દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ યુન સુક યોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ

દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપ્રમુખ યૂન સુક યેઓલ દ્વારા આ મહિનાની શરૂઆતમાં થોડા સમય માટે જાહેર કરાયેલા માર્શલ લો બાબતે તેમની સામેના મહાભિયોગ પ્રસ્તાવને 204 વિરૂધ્ધ 85 મતોથી બહાલી આપી છે. આ મહાભિયોગ પ્રસ્તાવના પગલે બંધારણીય અદાલત રાષ્ટ્રપ્રમુખને પદ પરથી દૂર કરવા કે ફરીથી સ્થાપવા અંગે નિર્ણય ન લે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખ યૂનના અધિકારો સસ્પેન્ડ રહેશે. બંધારણીય અદાલત પોતાનો ચૂકાદો જાહેર કરે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખને દેશ છોડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે અને તેઓ ફરજિયાત રજા ઉપર રહેશે.