જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM)

views 43

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇં...

જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM)

views 52

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રતિભાવ બેઠક' માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળત...

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM)

views 52

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.. આ ઉપરાંત 26 એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.. આ ઉપરાંત જે એકમોના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ફરિયાદો મળી હતી ત્યા...

જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM)

views 47

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય તે જાણીને તેનું નિવારણ લાવવાની અને જરૂર પડ્યે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્ક...

જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM)

views 58

આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશેઃ સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ ગઇકાલે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી. શ્રીસંઘાણીએ સહકાર સે સમૃદ્ધિના કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપ...

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 39

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે. ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણીક વિદ્યાર્થીઓએ અન્યાય...