ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM)

views 36

આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની આજથી 07 ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે. જ્યારે 04, 05 અને 06 ઓક્ટોબરના રોજ સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. સાબરમતી-આગ્રા કેન્ટ એક્...

ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM)

views 43

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી.

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખના હસ્તે શ્રેષ્ઠ સફાઇ કામદારને શિલ્ડ, પ્રમાણપત્ર અને ૧૦ હજાર રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ અને જેતપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાથે મ...

ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM)

views 33

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું.

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી હતી. દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદઅલ-સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે, ‘જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડ...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 66

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ – એ માં છે. જ્યારે સમૂહ – બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લે...

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 51

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213 ટકાનો વધારો નોંધાયો છે. શ્રી કુમારે ઉંમેર્યું કે, ‘પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર 20 ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10 ટકાની છૂટની જાહ...

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 72

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 79

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપા માનુ વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારિણી મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કર...

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

views 66

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે જેમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત...

ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM)

views 46

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઈન્ડો-પેસિફિક અને યુક્રેનને પણ આવરી લેવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. તેમાં AMRUT અને AMRUT 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોબરધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.