ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM)

views 75

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્બુર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, સરકાર આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને મફત સારવારની સુવિધા પણ આપશે. વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના ચેમ્બુરમાં બે માળની ઇમારતના ભોંયતળિયે આવેલી એક દુકાનમાં ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ વાયરિંગને કારણે આ આગ લાગી હતી. અ...

ઓક્ટોબર 6, 2024 2:04 પી એમ(PM)

views 39

મુંબઈ: ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. સિદ્ધાર્થ નગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે 3 નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4.30 વાગ્યે ચેમ્બુરના સિદ્ધાર્થ નગર સ્થિત એક મકાનમાં આગ લાગી હતી. આગના સમયે ઘરના તમામ સભ્યો ગાઢ ઊંઘમાં હતા. પરંતુ ઘરમાં આગ લાગતાની સાથે જ તમામ સભ્યોએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળા...