જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 52

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન ...

ડિસેમ્બર 31, 2024 8:42 એ એમ (AM)

views 41

31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂની હેરફેર અટકાવવા પોલીસની સઘન તપાસ

31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી રોકવા રાજ્યભરમાં સઘન તપાસ ચાલી રહી છે. અમારા મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ પુનાવાડા તેમજ સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી અંકિત ચૌહાણ...

ડિસેમ્બર 31, 2024 8:22 એ એમ (AM)

views 48

31 ડિસેમ્બરને અમદાવાદ શહેરના આ માર્ગો પર અવર જવર બંધ રહેશે : પોલીસ કમિશનર

31 ડિસેમ્બર અને નવા વર્ષનાં આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલિસે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાહનચાલકો સીજી રોડ પર અવરજવર કરી શકશે નહીં. આ જ રીતે, રાત્રિના આઠ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી  તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, એસ જી હાઇવે પર સવારે આઠથી રાત્રિના ત્રણ સુધી ભારે વાહન પસાર થઈ શકશે નહીં. શહ...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 71

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 84

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 61

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...

ડિસેમ્બર 28, 2024 5:50 પી એમ(PM)

views 53

લોથલ: CM ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે. NMHCનો પહેલો તબ્બકો હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવે...

ડિસેમ્બર 28, 2024 3:29 પી એમ(PM)

views 34

ચોટીલામાં રાજ્યકક્ષાની પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે આજે રાજ્યકક્ષાની પાંચમી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્પર્ધામાં 278 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન અને રાષ્ટ્રીય શોકને કારણે કાર્યક્રમ સંપૂર્ણ સાદગીથી યોજાયો હતો. ઉપસ્થિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 48

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ...

ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 45

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું. ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.