એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM)

views 74

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ હવે આખરી તબક્કામાં અમલવારી માટે પહોંચ્યું છે. આ માટે હિંમતનગર શહેરના તમામ મહત્વના એસોસીયેશન અને મંડળોના વડાઓ અને પદાધીકારીઓની બેઠક જિલ્લા તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. વર્ષ 2011માં હિંમતનગરને અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો લાભ જાહેર કરવામાં આવ્યો હતો. જેના અમલ થકી હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે.

એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM)

views 58

આતંકી હુમલાને લઈને રાજ્યની સરહદ પર ચેકિંગ હાથ ધરાયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા - જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને BSFના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે તકેદારીના ભાગરૂપે રાજ્યના ધાર્મિક સ્થાનો ઉપર પણ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દ્વારકાના જગતમંદિર ખાતે સલામતી વધારી દેવાઇ છે.. મંદિર પરિસરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તૈનાત કરાઈ છે.મંદિર આસપાસ વિસ્તારોમા...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

views 62

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે થશે

આગામી 1લી મેં ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં 3 કાર્યક્રમો ગોધરા ખાતે યોજાશે. આ ઉજવણીને લઇને પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

માર્ચ 13, 2025 11:38 એ એમ (AM)

views 57

અમદાવાદ એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો

મેંગલુરુ અને તિરુવનંતપુરમ ડિજીયાત્રા ઓફર કરનારા નવીનતમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ : અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHLના તમામ સાત કાર્યરત એરપોર્ટ મુસાફરોને ડિજીયાત્રાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ મહત્વપૂર્ણ પગલું AAHLની સીમલેસ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરીના અનુભવને વધુ બહેતર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. AAHLના ડિરેક...

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 87

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 82

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM)

views 91

આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે

આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના અનુલક્ષમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ પાનશેરિયા ગાંધીનગર સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 57

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM)

views 120

મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે

જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.  રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-40 વાગ્યે ઉપડશે અને સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે રાજકોટ પહોંચશે.   આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આ બંને ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 74

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.