ડિસેમ્બર 28, 2024 3:02 પી એમ(PM)

views 46

રાજ્યમાં વરસાદની શક્યતા, નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન નલિયામાં આજે આ વર્ષનું સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે જીલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. અતિશય ઠંડી સાથે પ્રતિકલાક સાતથી આઠ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબુર બન્યા છે. દરમ્યાન, રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેનાથી રક્ષણ માટે કચ્છમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્...

ઓક્ટોબર 11, 2024 7:31 પી એમ(PM)

views 42

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, કર્ણાટક અને ગોવાના દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં ઊભું થયેલું હવાનું હળવું દબાણ હવાના તીવ્ર દબાણમાં રૂપાંતરિત થઈને આગામી બે ત્રણ દિવસમાં વાયવ્ય દિશામાં આગળ વધે એવી સંભાવના છે. આના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ આગામી બે દિવસમાં પડી શકે છે.

ઓક્ટોબર 11, 2024 6:43 પી એમ(PM)

views 65

આગામી દિવસો દરમિયાન રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર , અણરેલી જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રવિવારે 13મી ઓક્ટોબરના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય તમામ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.