ફેબ્રુવારી 25, 2025 8:15 પી એમ(PM)

views 47

CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60 થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને, દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર અને બેંગલુરુ સહિતના મુખ્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ગેઇનબિટકોઇન એ એક કથિત પોન્ઝી સ્કીમ હતી જે 2015 માં અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ અને તેમના એજન્ટોના નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી. વેબસાઇટ્સ દ્વારા સંચાલિત આ છેતરપિંડી સ્કીમે રોકાણકારોને 18 મહ...

ફેબ્રુવારી 18, 2025 6:22 પી એમ(PM)

views 43

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-CBI એ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં, CBI એ 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી, કોલકાતા અને સિલિગુડીમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જર્મન અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં ચાલી રહેલા ઓપરેશન ચક્ર-IVના ભાગરૂપે આ કાર્યવાહી કરાઇ હતી. દરોડા દરમિયાન, એજન્સીએ સિલિગુડીમાં એક આરોપીની ધરપકડ કરી. દરોડામાં 7 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. CBI એ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આરોપી દ...

સપ્ટેમ્બર 9, 2024 6:18 પી એમ(PM)

views 48

CBIએ લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટીમે 91હજારથી વધુની લાંચની રકમની લેતા બંનેને રંગેહાથ ઝડપ્યા હતા. સીબીઆઈએ અહેવાલ આપ્યો છે કે સર્ચ દરમિયાન, એન્જિનિયરના પરિસરમાંથી લગભગ 2 કરોડ 39 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. તપાસ એજન્સીએ એન્જિનિયર અને ચાર વચેટિયાઓસામે કેસ નોંધ્યો છે

ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM)

views 63

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 88

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઝારખંડના હઝિરાબાગની એક શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપરલીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે જુદા જુદ...