જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)
38
ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યો...