ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 141

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપ...

ફેબ્રુવારી 16, 2025 7:56 એ એમ (AM)

views 27

સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સવારથી શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન શરૂ થયું છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1 હજાર 844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1 હજાર 677 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ માટે કુલ 7 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 178 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો...

ફેબ્રુવારી 13, 2025 8:19 એ એમ (AM)

views 30

રાજ્યનાં ત્રણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા.

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના આડે બે દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયાએ આ કાર્યવાહી કરતાં જિલ્લાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે જામનગર નગરપાલિકા માટે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા સાત સભ્યોને પક્ષમાંથી બરતરફ ક...

ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM)

views 29

16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાંક જિલ્લામાં બળવાખોરો સામે પગલાં પણલેવાયા છે.જામનગર  નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા સાત સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશ મુંગરાએ વધુ માહિતી આપી : (BYTE - Ramesh Mungra) મહીસાગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જિલ્લા ભાજપ...

ફેબ્રુવારી 12, 2025 3:43 પી એમ(PM)

views 26

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાપર નગરપાલિકામાં 26 મતદાન મથકો પર 200 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યાં 23 હજારથી વધુ મતદારો મતદાન કરશે. પાંચ સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા 150 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે.કુલ 14 શાળા-હાઇસ્કૂલના મકાનોમાં મતદાન મ...