ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 54

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

જુલાઇ 22, 2024 7:44 પી એમ(PM)

views 54

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા હતા. ત્યારબાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના માર્ગદર્શકે મહાનુભાવોને ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને ભારતની એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની વિસ્તૃત વિગત પૂરી પાડી હતી. શ્રી વાંગચૂક અને પ્રધાનમ...