સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM)

views 83

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને 69,000 મદદનીશ શિક્ષકોની પસંદગી યાદીમાં સુધારો કરવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69 હજાર સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022 માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારાજારી કરવામાં આવેલ, 6 હજાર 800 સહાયક શિક્ષકોની યાદી તેયાર કરવાના આદેશ ઉપર પણ સર્વોચ્ચ અદાલતે સ્ટે મૂક્યોહતો.  મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અનેન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે રવિ કુમાર સક્સેના અનેઅન્ય 51 લોકો દ્વ...

સપ્ટેમ્બર 9, 2024 3:18 પી એમ(PM)

views 33

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. સીબીઆઈ હવે એઈમ્સ અને અન્ય કેન્દ્રીય પ્રયોગશાળાઓમાંથી અલગ ફોરેન્સિક અભ્યાસ કરાવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે.

સપ્ટેમ્બર 2, 2024 7:59 પી એમ(PM)

views 44

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે એક સમિતિની રચના કરી

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે પંજાબ અને હરિયાણા વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બનેલી બેન્ચે સમિતિને એક સપ્તાહમાં તેની પ્રથમ બેઠક યોજવા નિર્દેશ આપ્યો છે.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ખેડૂતોનાં મુદ્દોનું રાજકીયકરણ ન કરવું જોઇએ અને સમિતિએ તબક્કાવાર તેનાં પર વિચાર કરવો જોઇએ.અદાલતે જણાવ્યું કે, ખેડૂતો પોતાનું શાંતિપૂર્ણ આંદોલન વૈકલ્પિક સ્થળ...

ઓગસ્ટ 27, 2024 7:50 પી એમ(PM)

views 33

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. ન્યાયાધીશ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથને સુનાવણી દરમિયાન નોંધ્યું કે કવિતા છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના જામીન નહીં આપવાન નિર્ણયને ફગાવ્યો હતો. પ્રવર્તમાન નિદેશાલય – EDએ ગત 15 માર્ચના રોજ હૈદારબાદના બંજાર હિલ્સ ખાતેથી કે કવિતાની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદથી તેઓ તિહાડ જેલમાં બંધ હતા. બાદમાં સીબીઆઈએ 11 એપ્રિલના રોજ તિહાડ જેલથી તેમની ધ...

ઓગસ્ટ 22, 2024 9:37 એ એમ (AM)

views 94

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સોશિયલ મીડિયા કંપનીઓને કોલકાતા મૃતકના સંદર્ભ, તસવીરો અને વીડિયો હટાવવા નિર્દેશ કર્યો

ઇલેક્ટ્રોનિક અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયે દેશના તમામ સોશિયલ મીડિયા પલ્ટેફોર્મને નિર્દેશ આપ્યા છે કે તેઓ આર. જી કર મેડિકલ કૉલેજ ઘટનામાં મૃતકની ઓળખને લઈને સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરે. આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને પીડિતના નામ સાથે તમામ સંદર્ભ અને તસવીરો સાથેની વીડિયો ક્લિપ તાત્કાલિક ધોરણે દૂર કરવા નિર્દેશ કર્યો હતો. વધુમાં આ આદેશમાં કહેવાયું છે કે મંત્રાલય તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કહે કે તેઓ આવી સંવેદનશીલ માહિતી પ્રસારિતન ...

ઓગસ્ટ 20, 2024 8:01 પી એમ(PM)

views 39

મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી

સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રભરમાં કાર્યપધ્ધતિ નક્કી કરવા ભલામણો મંગાવવા માટે ડોક્ટરોને સમાવતા રાષ્ટ્રીય કાર્યદળ રચવામાં આવ્યું છે. દેશભરમાં...

ઓગસ્ટ 20, 2024 2:22 પી એમ(PM)

views 35

સર્વોચ્ચ અદાલતે કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસની સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસ અંગે સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો છે. ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ, જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે, આ મામલે આર.જી. કર મેડિકલ હૉસ્પિટલમાં કરાયેલી તોડફોડ અંગે રાજ્ય સરકારને 22 ઑગસ્ટ સુધી અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે મોડી દાખલ થયેલી પોલીસ ફરિયાદ અંગે પણ સવાલ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું કે તબીબો અને સંગઠનોને શાંતિપૂર...

ઓગસ્ટ 9, 2024 8:00 પી એમ(PM)

views 40

સર્વોચ્ચ અદાલતે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી છે . અદાલતે કહ્યું હતું કે બે લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકવું એ  અન્યાય હશે, એ અરજીને ફગાવી દેવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પરીક્ષા કેટલાક શહેરોમાં  ઉમેદવારો માટે ખૂબ અસુવિધાજનક છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રા સાથે જણાવ્યું હતું કે, સિદ્ધાંતની બાબતમાં, કોર્ટ પરીક્ષાને ફરીથી શેડ્યૂલ કરશે નહીં અને આટલા બધા ઉમેદવારોની કારકિર્દી...

ઓગસ્ટ 9, 2024 2:47 પી એમ(PM)

views 58

દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત મનિલૉન્ડરિંગ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું કે સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે, છતાં સુનાવણી શરૂ નથી થઈ. આ તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખે છે. અદાલતે આ આધાર પર તેમને ઈડી અને સીબીઆઈ બંને કેસોમાં જામીન આપ્યા હતા.

ઓગસ્ટ 1, 2024 1:44 પી એમ(PM)

views 86

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી.ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો ...