ફેબ્રુવારી 11, 2025 3:22 પી એમ(PM)

views 21

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા હતા. ગાંધીનગરનાં અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ઝૂંબેશ યોજીને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવા સચિવાલય, જુના સચિવાલય, ઉદ્યોગ ભવન, પોલિસ ભવન ખાતે ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યો હતો. મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણા...